કોરોના ની સકંજામાં લંડન.
લંડન દુનિયાના મહાન દેશોમાં થી એક. ચોવીસ કલાક ધમધમતુ કદી  ના સુતુ શહેર. રંગબેરંગી લંડન. અહીં દુનિયાના લગભગ બધા દેશો નાં લોકો જોવા મળે. ઉનાળામાં લાખો લોકોની મોટા પાકૅમા સંગીત મહેફિલ જામે. સફેદ કપડાં માં સજ્જ, ક્રિકેટ ખેલાડીઓ જગા જગા એ રમતા જોવા મળે. અને વિમ્બલ્ડન આંતરરાષ્ટ્રીય ટેનીસ હરીફાઈ કેમ ભુલાય? ટુરીસટ થી ભરપુર શહેર, ઓક્સફર્ડ સ્ટ્રીટ તેમજ રીજંટ સ્ટ્રીટ જનમેદનીથી છલખાતી. હોટલો, રેસ્ટોરન્ટો અને અનેક બીજા વ્યવસાયોનો ધમધોકાર ધંધો. ભારતીયો માટે લગ્ન ગાળો જેમાં પાંચસો થી હજાર મહેમાનોતો સાચા. ઉનાળા પછી ધીમે ધીમે શિયાળા તરફ ઢળતું લંડન. કળકળતી ઠંડીમાં લીવરપુલ, માન્ચેસ્ટર ફુટબોલ ટીમોની હરીફાઈ. બરફ વરશા થાય તો બાળકો તેમજ મોટા બધા  બરફની મજા માણે. તે ઉપરાંત અહીની પ્રજાની ક્રિસમસ પર્વ ની ભવ્ય ઉજવણી. બહારની હીમ વરશા દરમિયાન સેન્ટરલ હીટીંગ વાળા ઘરમાં બેઠા બેઠા ગરમ ગરમ સેકેલા, ‘ચેસ્ટનટ’ ખાવાની બહુ મજા પડે. આવુ ગજબ શહેર કોરોનાવાયરસ ની જપેટ મા અવી ગયુ. એક વરશ મા આ શહેર ની કાયા પલટી ગઇ. લોકો ઘરમાં પુરાઇ ગયા. પ્રત્યાઘાત રૂપે ટ્રેન, બસ ખાલી ચાલવા લાગી. હોટલો, રેસ્ટોરન્ટો બંધ થવા માંડયા. હજારો લોકો કામ વગર નાં થઇ ગયા. લાખો લોકો પૈસાની ભીડ માં આવી ગયા. ઘરના ખરચ પુરા કરવાની ચીંતા લોકોને સતાવી રહી છે. બાળકોનો અભ્યાસ બગડયો. યુનિવર્સિટી બંધ થઈ જવાથી હજારો જવાનો નાં કેરીયર ઉપર પાણી ફરી વળ્યું. એકલા પણુ અને માનસીક તણાવ થી લાખો લોકો પિળાઇ રહ્યા છે. આ ધમધમતુ શહેર સુનુ પડી ગયુ. અને કોરોનાએ એક વધુ ભયંકર સ્વરૂપ લીધુ. દરરોજ આખા દેશમાં હજારો લોકો ગુજારવા લાગ્યા. જ્યારે પણ ફોન વાગે ત્યારે પ્રશ્ન થાય કે શું માઠા સમાચાર હશે. શરુઆત મા મોટી ઉમરનાં કોરોનોના શિકાર બનતા હતા હવે તો ત્રીસ થી પચાસ વરશ નાં પણ જાન ગુમાવી રહ્યા છે. હોસ્પિટલો ચિક્કાર છે, ડોક્ટરો, નર્સો એમ્બ્યુલન્સ ઢ્રાઇવર અને અનેક બીજા કર્મચારીઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ રાત દિવસ સેવા માં લાગ્યા છે. અંધકાર મા તેઓ એક આશા નાં દીપ છે. કહેવાય છે કે દીવો બુજાય તે પહેલાં વધુ પ્રકાશે. આશા છેકે લંડન અને આ દેશના બીજા શહેરો જેવાકે લેસટર અને માન્ચેસ્ટર આ ઘોર અંધકારમાં થી પ્રકાશ તરફ આવે અને એક નવા સમય નો ઉદય થાય.હવે પછી મનુષ્ય જાતિ એ એમના જીવનમાં એક અગત્યનો ફેરફાર કરવો પડશે. તેમણે પ્રાણી ઓ તરફ જુલમ છોડી અને એક કરૂણા અને મૈત્રી ભર્યો વહેવારકરવો પડશે. બીજા વાયરસ ની રાહ ના જોવી.નિતીન મહેતાલંડન. ૨૫/૧/૨૦૨૧animalahimsa@gmail.com.www.nitinmehta.co.uk

Total Page Visits: 69 - Today Page Visits: 2

Pin It on Pinterest

Share This